ઍશિયા કપ ક્રિકેટ – ACCમાં 19 વર્ષથી ઓછી વયની શ્રેણીમાં ભારતીય ટીમ સેમિ-ફાઈનલમાં પહોંચ્યું છે. દુબઈના ધ સૅવન્સ સ્ટૅડિયમમાં ભારતે આજે અંતિમ લીગ મુકાબલામાં મલૅશિયાને 315 રનથી હરાવ્યું. પહેલી બૅટિંગ કરતા ભારતીય ટીમે નિર્ધારિત 50 ઑવરમાં સાત વિકેટ ગુમાવી 408 રન બનાવ્યા હતા.
જ્યારે મલૅશિયાની સમગ્ર ટીમ 33-મી ઑવરમાં માત્ર 93 રનમાં જ આઉટ થઈ ગઈ. ત્યારબાદ અભિજ્ઞાન કુન્ડુને 209 રન કરવા બદલ પ્લૅયર ઑફ ધ મૅચ જાહેર કરાયા હતા. જ્યારે ભારત તરફથી વેદાન્ત ત્રિવેદીએ 90 અને વૈભવ સૂર્યવંશીએ 50 રન બનાવ્યા હતા.
Site Admin | ડિસેમ્બર 16, 2025 7:40 પી એમ(PM)
દુબઈમાં રમાયેલા ઍશિયા કપ ક્રિકેટમાં 19 વર્ષથી ઓછી વયની શ્રેણીમાં મલૅશિયાને હરાવી ભારત સૅમિ-ફાઈનલમાં પહોંચ્યું