દુબઈના અગ્રણી બહુસાંસ્કૃતિક મનોરંજન સ્થળ ગ્લોબલ વિલેજની 30મી આવૃત્તિનો પ્રારંભ કર્યો. આ ઉદ્ઘાટન સમારોહ રંગબેરંગી વિશ્વ પરેડ સાથે શરૂ થયો, જેમાં “રેટુમ્બર” સ્ટ્રીટ ડ્રમર્સ અને તમામ 30 પેવેલિયનના પ્રતિનિધિઓ હાજર રહ્યા.
આ વર્ષની આવૃત્તિમાં 90 થી વધુ સંસ્કૃતિઓ, 3500થી વધુ શોપિંગ આઉટલેટ્સ અને 250થી વધુ વિવિધ પ્રકારના ખોરાકનો સમાવેશ થયો છે. આ કાર્યક્રમમાં 450 આંતરરાષ્ટ્રીય કલાકારો દ્વારા 450 પ્રદર્શન રજૂ કરવામાં આવશે અને 200થી વધુ રાઇડ્સનો ત્યાં આવતા લોકો અનુભવ કરશે. ગ્લોબલ વિલેજ 1997માં તેની સ્થાપના પછીથી દસ કરોડથી વધુ મુલાકાતીઓનું સ્વાગત કરી ચૂક્યું છે.
Site Admin | ઓક્ટોબર 18, 2025 9:37 એ એમ (AM)
દુબઈના અગ્રણી બહુસાંસ્કૃતિક મનોરંજન સ્થળ ગ્લોબલ વિલેજની 30મી આવૃત્તિનો પ્રારંભ
