દુબઇમાં ગઈકાલે રાત્રે રમાયેલી આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં એક પણ પ્રતિનિધિ ન મોકલવા માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ-PCBની આકરી ટીકા કરવામાં આવી રહી છે. ભારતે ન્યૂઝીલેન્ડને ચાર વિકેટે હરાવીને ખિતાબ જીત્યો હતો. આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના અધ્યક્ષ જય શાહ, ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના અધ્યક્ષ રોજર બિન્ની, બોર્ડના સચિવ દેવજીત સાઇકિયા ખેલાડીઓને અભિનંદન આપવા મંચ પર પહોંચ્યા.પીસીબીના મુખ્ય સંચાલન અધિકારી અને ચેમ્પિયન્સ ટ્રોફીના ટુર્નામેન્ટ નિદેશક સુમૈર અહેમદ દુબઇમાં જ હતા, પણ કથિત રીતે તેમને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું. માધ્યમોના અહેવાલ પ્રમાણે પીસીબીના અધ્યક્ષ મોહસિન નકવી ઇસ્લામાબાદમાં સંસદીય કાર્યોનો હવાલો આપીને દુબઇ નહોતા ગયા. ઝડપી બોલર શોએબ અખ્તરે સોશિયલ મિડિયા પર કહ્યું કે, પાકિસ્તાન તરફથી એક પણ પ્રતિનિધિ ન મોકલવા એ તેમની સમજની બહાર છે.
Site Admin | માર્ચ 10, 2025 9:39 એ એમ (AM)
દુબઇમાં રમાયેલી આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં એક પણ પ્રતિનિધિ ન મોકલવા માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ-PCBની આકરી ટીકા કરવામાં આવી રહી છે.
