દુબઇમાં રમાઇ રહેલી ભારત અને ન્યુઝિલેડ વચ્ચેની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં ભારતે આક્રમક શરૂઆત કરી હતી.ભારતને મળેલા જીત માટેના 252 રનના લક્ષ્યાંકના જવાબમાં છેલ્લા અહેવાલ મુજબ 2 વિકેટ ગુમાવીને 21 ઓવરમાં 115.રન કર્યા હતા. કેપ્ટન રોહિત શર્મા અને ગીલના ઓપનિંગ જોડીએ આક્રમક શરૂઆત કરીને અડધી સદીની ભાગીદારી નોંધાવી હતી..
અગાઉ ટોસ જીતીને ન્યુઝિલેંડે બેટીંગ પસંદ કર્યુ હતું. જોકે ભારતીય સ્પિનરોએ ન્યુઝિલેંડના બેટ્સમેનોને રન કરવા દીધા ન હતા અને ટોચના બેટ્સમેનોને પેવેલિયન ભેગા કરી દીધા હતા.. જોકે મેચેલ અને બ્રેસવેલે રમેલી અરધી સદીની રમતને કારણે ન્યુઝિલેંડની ટીમે સાત વિકેટે 251 રન કર્યા હતા ભારત તરફથી વરૂણ ચક્રવર્તી અને કુલદિપ યાદવે 2-2 જ્યારે જાડેજા અને શમીએ એક-એક વિકેટ ઝડપી હતી.
Site Admin | માર્ચ 9, 2025 8:00 પી એમ(PM) | ICC ચેમ્પિયન્સ ટ્રોફી
દુબઇમાં રમાઇ રહેલી ભારત અને ન્યુઝિલેડ વચ્ચેની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં ભારતે આક્રમક શરૂઆત કરી હતી.
