એપ્રિલ 8, 2025 1:36 પી એમ(PM)

printer

દુબઇના ક્રાઉન પ્રિન્સ અને નાયબ પ્રધાનમંત્રી શેખ હમદાન બિન મોહમ્મદ અલ મક્તુમ આજે ભારતનાં બે દિવસનાં પ્રવાસે આવ્યા

દુબઈના ક્રાઉન પ્રિન્સ અને યુએઈના નાયબ પ્રધાનમંત્રી તથા સંરક્ષણમંત્રી શેખ હમદાન બિન મોહમ્મદ અલ મક્તૂમ આજે ભારતની બે દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. દિલ્લી હવાઈ મથકે રાજ્યમંત્રી સુરેશ ગોપી દ્વારા તેમનું કરવામાં આવ્યું હતું. તેમની સાથે અનેક મંત્રીઓ, વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને ઉચ્ચ સ્તરીય વ્યાપારી પ્રતિનિધિમંડળ ભારતની મુલાકાતે આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેમના માટે કાર્યકારી લંચનું આયોજન કરશે. દુબઈના ક્રાઉન પ્રિન્સ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ સાથે પણ મુલાકાત કરશે.
તેઓ સાંજે મુંબઈ જશે અને બંને પક્ષોના અગ્રણી વ્યાપારી નેતાઓ સાથે રાઉન્ડ ટેબલમાં ભાગ લેશે. ક્રાઉન પ્રિન્સની આ મુલાકાત ભારત-યુએઇ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે અને દુબઈ સાથે બહુપક્ષીય સંબંધોને મજબૂત બનાવશે.