કસ્ટમ્સ વિભાગ અમદાવાદે, એરપોર્ટ પરથી ગઇકાલે બે કિલો 650 કિલોગ્રામનું 24 કેરેટનું સોનું ઝડપ્યું છે. ઝડપાયેલા આ સોનાની કિંમત બે કરોડ 56 લાખ રૂપિયા છે.
માહિતીના આધારે, કસ્ટમ્સ અમદાવાદના અધિકારીઓએ દુબઈથી અમદાવાદ આવતા ઈન્ડિગો ફલાઈટમાં આવેલા એક પુરુષ અને બે મહિલા મુસાફરોને રોક્યા હતા. તપાસ દરમિયાન, મુસાફરોના મોજાંની અંદર થેલીઓમાં પેસ્ટ સ્વરૂપે છુપાવવામાં આવેલ સોનું મળ્યું હતું. કસ્ટમ્સ અધિનિયમ, 1962 હેઠળ આ ત્રણ મુસાફરોની ધરપકડ કરવામાં આવી છે.
Site Admin | સપ્ટેમ્બર 2, 2025 9:46 એ એમ (AM)
દુબઇથી આવેલા ત્રણ મુસાફરો પાસેથી અઢી કરોડના સોના સાથે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયાં