દીવ ખાતે ચાલી રહેલી ખેલો ઈન્ડિયા બીચ ગેમ્સમાં આજે કબડ્ડીમાં હરિયાણાની પુરુષ અને મહિલા એમ બંને ટીમોએ સુવર્ણ ચંદ્રક જીત્યો છે. જ્યારે પુરુષ વર્ગમાં રાજસ્થાને રજત અને મહારાષ્ટ્રે કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. મહિલા સંવર્ગમાં હિમાચલ પ્રદેશની ટીમ રજત જ્યારે મહારાષ્ટ્રની ટીમ કાંસ્ય ચંદ્રક જીતવામાં સફળ રહી હતી. પુરુષોની ફાઇનલમાં, કેપ્ટન મોનુ હુડ્ડાના નેતૃત્વ હેઠળ હરિયાણાએ 48-29થી એકતરફી જીત નોંધાવી. જ્યારે મહિલા વર્ગની ફાઇનલમાં, હરિયાણાની ટીમે 45-38 થી મુશ્કેલ મેચ જીતી.
Site Admin | મે 23, 2025 7:14 પી એમ(PM)
દીવ ખાતે ચાલી રહેલી ખેલો ઈન્ડિયા બીચ ગેમ્સમાં આજે કબડ્ડીમાં હરિયાણાની પુરુષ અને મહિલા ટીમે સુવર્ણ ચંદ્રક જીત્યો