દીવાળીના મીની વેકેશનમાં રાજ્યના વિવિધ પ્રવાસ સ્થળોએ પ્રવાસીઓની ભીડ ઉમટી પડી છે. દ્વારકા, સોમનાથ, અંબાજી, દિવ-દમણ, સાળંગપુર હનુમાન સહિતના અન્ય પ્રવાસન સ્થળોએ નવા વર્ષ નિમિત્તે લાખો શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા પહોંચી ગયા છે.
યાત્રાધામ દ્વારકામાં દેશવિદેશથી અનેક શ્રદ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે ઉમટી પડતા શહેરના મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર જામ થઈ ગયો છે. પોલીસે ટ્રાફિક નિયંત્રણ માટે શહેરમાં વધારાના ટ્રાફિક પોલીસ તેનાત કર્યા છે. અમારા દ્વારકાના પ્રતિનિધિ જણાવે છે કે મંદિરના વહીવટી તંત્ર દ્વારા પણ ભક્તો માટે સરળ દર્શન થાય તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મંદિરમાં ભીડ નિયંત્રણ માટે સિક્યુરિટી સ્ટાફ અને સ્વયંસેવકો ખડેપગે કાર્ય કરી રહ્યા છે.
સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવમા સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. કેન્દ્ર શાસિત પ્રદેશ અને પ્રવાસન સ્થળ દીવ લોકપ્રિય અને ટુરિસ્ટ ના આકર્ષણ નું કેન્દ્ર બન્યુ છે, દીવ ખાતે મોટી સંખ્યામા પ્રવાસીઓ દીવ પહોચ્યા હતા, દીવ ખાતે આવેલ પર્યટન સ્થળો કિલ્લો,પાણીકોઠા, ચર્ચ ચક્રતીર્થ, જલંધરબીચ, ઘોઘલા બ્લુ ફ્લેગ.સહિત ખુકરી મેમોરિયમ સહિત નાગવા બીચો અને ફરવા લાયક સ્થળો પર ભારે ભીડ જામી છે,દીવ ની હોટલો પણ હાલ ફુલ જોવા મળી રહી છે,
Site Admin | ઓક્ટોબર 24, 2025 7:06 પી એમ(PM)
દીવાળી વેકેશનમાં રાજ્યના વિવિધ પ્રવાસ સ્થળોએ પ્રવાસીઓની ભીડ ઉમટી પડી.