કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં આયોજિત ખેલો ઇન્ડિયા બીચ ગૅમ્સની બીચ સોકર રમતમાં દાદરા અને નગરહવેલી તથા દમણ અને દીવની ટીમનો વિજય થયો છે. દીવના સુંદર બીચ ઍરેના ખાતે રમાયેલી મૅચમાં ટીમે હિમાચલ પ્રદેશને 15—1થી હરાવ્યું હતું. ટીમના સુકાના જય નિતેશ હલપટ્ટીએ ભવ્ય પ્રદર્શન કર્યું હતું.
દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવે પ્રથમ તબક્કામાં બે શૂન્યની સરસાઈ મેળવી. જ્યારે બીજા તબક્કામાં ટીમે આઠ ગોલ કર્યા અને એક જ ગૉલ ગુમાવ્યો. ત્રીજા તબક્કામાં ટીમે પોતાનો લય જાળવી રાખી અને મૅચ પૂર્ણ કરવા માટે પાંચ વધુ ગૉલ કર્યા. એટલે મેચને વધારાનો સમય કે પૅનલ્ટી શૂટ-આઉટની જરૂર પડી નહતી.
અન્ય મેચમાં અરૂણાચલ પ્રદેશે મહિલા બીચ સોકરના ગૃપ એ-માં મહારાષ્ટ્રને નવ એકથી હરાવ્યું હતું. જ્યારે ગુજરાતે ગૃપ બીમાં હિમાચલ પ્રદેશ પર એકતરફી નવ શૂન્યથી વિજય મેળવ્યો હતો.
Site Admin | જાન્યુઆરી 7, 2026 6:59 પી એમ(PM)
દીવમાં ખેલો ઇન્ડિયા બીચ ગૅમ્સની બીચ સોકર સ્પર્ધામાં હિમાચલ પ્રદેશ સામે દાદરા અને નગરહવેલી તથા દમણ અને દીવનો વિજય.