જાન્યુઆરી 5, 2026 9:14 એ એમ (AM)

printer

દીવના ઘોઘલા બીચ ખાતેથી બીજી ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સનો આજથી આરંભ

દીવના ઘોઘલા બીચ પર બીજી ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ આજથી શરૂ થશે. 5 થી ૧૦ જાન્યુઆરી દરમિયાન યોજાનાર આ ગેમ્સમાં 2,100થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રમતગમતની સંસ્કૃતિ બનાવવાના વિઝનને અનુરૂપ છે જેથી આપણા યુવાનો સ્વસ્થ નાગરિક બની શકે.