પ્રકાશના પર્વ દીપાવલીની ભવ્ય ઉજવણી માટે ગાંધીનગર જિલ્લાના સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરમાં 10 હજારથી વધુ દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા છે. દિવડાઓની અદભૂત રોશનીથી મંદિર પરિસર રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. આ દીપોત્સવ 26 ઓક્ટોબર સુધી ચાલશે. દ્વારકા જિલ્લામાં પણ દ્વારકાધીશ જગતમંદિરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું છે. આ ઉપરાંત સોમનાથ, અંબાજી સહિત રાજયભરના દરેક તીર્થધામોને રંગબેરંગી રોશનીથી શણગારાયા છે.
Site Admin | ઓક્ટોબર 20, 2025 9:53 એ એમ (AM)
દીપાવલીની ભવ્ય ઉજવણી માટે ગાંધીનગર જિલ્લાના સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરમાં 10 હજારથી વધુ દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા
