ડિસેમ્બર 10, 2025 1:58 પી એમ(PM)

printer

દીપાવલીના તહેવારનો યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સમાવેશ

ભારતના અગ્રણી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક તહેવારોમાંના એક, દીપાવલીનો આજે સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન (યુનેસ્કો) ની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ જાહેરાત કરતા, સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું કે આ દરેક ભારતીય માટે ભાવનાત્મક ક્ષણ છે. તેમણે કહ્યું કે દિવાળી ફક્ત ઉજવવામાં આવતી નથી, પરંતુ પેઢી દર પેઢી અનુભવાય છે, જીવાય છે અને આત્મસાત થાય છે. શ્રી શેખાવતે કહ્યું કે આ માન્યતા ફક્ત સન્માન નથી, પરંતુ દિવાળીને જીવંત વારસો બનાવે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી છે.