જાન્યુઆરી 23, 2026 3:15 પી એમ(PM)

printer

દીકરીઓમાં નેતૃત્વના ગુણો વિકસાવવા અને લોકશાહીની પ્રક્રિયાથી માહિતગાર કરવા રાજ્યની 13 હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં ‘બાલિકાપંચાયત’ની રચના કરવામાં આવી.

દીકરીઓમાં નેતૃત્વના ગુણો વિકસાવવા અને લોકશાહીની પ્રક્રિયાથી માહિતગાર કરવા રાજ્યની 13 હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં ‘બાલિકાપંચાયત’ની રચના કરવામાં આવી છે.
સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર બાલિકા પંચાયત મોડેલ અમલી બનાવનાર ગુજરાત દેશમાં અગ્રેસર રહ્યું છે. પ્રથમ તબક્કામાં તમામ જિલ્લાઓમાં ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સ તૈયાર કરાયા જ્યારે બીજા તબક્કામાં ક્લસ્ટર પ્રમાણે 1900થી વધુ ‘માસ્ટર ટ્રેનર્સ’ તૈયાર કરાશે. જેઓ છેવાડાના ગામની દીકરીઓને તાલીમ આપી તેમને વધુ સશક્ત બનાવશે. કચ્છ જિલ્લાના મોટા અંગિયા અને મસ્કા ગામથી શરૂ થયેલો આ પાયલોટ પ્રોજેક્ટ હવે સમગ્ર રાજ્યની 13 હજાર ગ્રામ પંચાયતોમાં વિસ્તર્યો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.