દીવ પોલીસ વિભાગ દ્વારા ગુમ થયેલ મોબાઈલ ફોન શોધીને તેમના માલિકોને પરત સોંપવામાં આવ્યા. કેન્દ્રશાસિત પ્રદેશ દીવની પોલીસદ્વારા CEIR પોર્ટલ પર નોંધાયેલા ખોવાયેલા અને ગુમ થયેલા મોબાઇલ ફોન મેળવવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન દીવ જિલ્લા તેમજ પડોશી રાજ્ય ગુજરાતના વિવિધ સ્થળોએથી આશરે 12 લાખ 82 હજારની કિંમતના 25 આવા મોબાઇલ ફોન શોધી લેવાયા હોવાનું દિવના પોલીસ અધિક્ષક રામકૃષ્ણ સરને જણાવ્યું હતું.
Site Admin | ડિસેમ્બર 24, 2025 9:18 એ એમ (AM)
દિવ પોલીસે ટેકનોલોજીની મદદથી નાગરિકોના ગુમ થયેલા મોબાઇલ શોધીને મૂળ માલિકોને પરત કર્યા