દિવ્યા દેશમુખ આજે FIDE મહિલા વિશ્વ કપ 2025માં જીત સાથે ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ જીત્યાં છે. જ્યોર્જિયાના બટુમીમાં FIDE મહિલા વિશ્વ કપની ફાઇનલમાં ભારતીય ખેલાડી કોનેરુ હમ્પીને હરાવીને દિવ્યાએ આ ખિતાબ જીત્યો હતો. આ મેચ ત્રણ દિવસ ચાલી હતી અને ટાઇબ્રેક્સ દ્વારા વિજેતા નક્કી કરવામાં આવ્યા.આ સિધ્ધિ સાથે દિવ્યા ચોથાં ભારતીય ગ્રાન્ડમાસ્ટર મહિલા બન્યાં છે. અગાઉ કોનેરુ હમ્પી, ડ્રોનાવલ્લિ હરિકા અને આર વૈશાલી આ ખિતાબ હાંસલ કરી ચૂક્યા છે. સમગ્ર વિશ્વમાં આ સિધ્ધિ મેળવનાર તેઓ 88મી વ્યક્તિ બન્યાં છે.
Site Admin | જુલાઇ 28, 2025 7:43 પી એમ(PM)
દિવ્યા દેશમુખ FIDE મહિલા વિશ્વ કપ 2025માં જીત સાથે ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ જીત્યાં
