જુલાઇ 29, 2025 9:26 એ એમ (AM)

printer

દિવ્યા દેશમુખ ભારતીય કોનેરુ હમ્પીને હરાવીને FIDE મહિલા વર્લ્ડ કપનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા

જ્યોર્જિયાના બાટુમીમાં રમાયેલી ફાઇનલમાં દિવ્યા દેશમુખ ભારતીય કોનેરુ હમ્પીને હરાવીને FIDE મહિલા વર્લ્ડ કપનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા છે. આ મેચ ત્રણ દિવસ સુધી ચાલી હતી અને ટાઇબ્રેક દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં દિવ્યા વિજેતા બન્યા હતા. 19 વર્ષીય દિવ્યા પોતાની ઉંમરથી બમણી ઉંમરના પ્રતિસ્પર્ધી સામે વિજય મેળવ્યા બાદ ભાવુક થયા હતા.આ સિદ્ધિ સાથે, કોનેરુ હમ્પી, દ્રોણવલ્લી હરિકા અને આર વૈશાલી બાદ દિવ્યા ગ્રાન્ડમાસ્ટર બનનારી ચોથી ભારતીય મહિલા બન્યા છે. વર્લ્ડ કપ જીતવા ઉપરાંત, દિવ્યાના પ્રદર્શનથી તેણીને 2026 કેન્ડિડેટ ટુર્નામેન્ટમાં સ્થાન મળ્યું છે. જ્યાં ખેલાડીઓ ચીનની મહિલા વિશ્વ ચેમ્પિયન જુ વેનજુનને પડકારશે.