માર્ચ 10, 2025 7:43 પી એમ(PM)

printer

દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-2024 માટે અરજીની તારીખ લંબાવીને 17 માર્ચ કરવામાં આવી છે.

દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-2024 માટે અરજીની તારીખ લંબાવીને 17 માર્ચ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ, દિવ્યાંગને નોકરી રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતા તથા પ્લેસમેન્ટ ઓફીસરની રાજ્યકક્ષાના પારિતોષિક આપવાની યોજના અમલી છે. આ યોજના અંતર્ગત અરજી કરવાની તારીખ લંબાવીને 17 માર્ચ કરાઇ છે. ઇચ્છુક દિવ્યાંગ કર્મચારી, નોકરીદાતાએ જરૂરી  દસ્તાવેજ સાથેની અરજી જિલ્લા રોજગાર કચેરી ખાતે જમા કરાવાની રહેશે.