ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

દિવ્યાંગોને મુખ્ય ધારામાં સમાવીને તેમનાં પ્રત્યે લોકોનો દ્રષ્ટિકોણ બદલવાના હેતુથી દર વર્ષે ત્રીજી ડિસેમ્બરને ‘આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

દિવ્યાંગોને મુખ્ય ધારામાં સમાવીને તેમનાં પ્રત્યે લોકોનો દ્રષ્ટિકોણ બદલવાના હેતુથી દર વર્ષે ત્રીજી ડિસેમ્બરને ‘આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ વર્ષની આ દિવસની વિષયવસ્તુ છે- ‘સમાવિષ્ટ અને ટકાઉ ભવિષ્ય માટે દિવ્યાંગ વ્યક્તિઓના નેતૃત્વનો વિસ્તાર’ .. દરમિયાન, ગુજરાતમાં દિવ્યાંગો માટેની વિવિધ યોજના અંતર્ગત 650 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.
દિવ્યાંગ ઓળખકાર્ડ, એસ.ટી. બસમાં મફત મુસાફરી યોજના, દિવ્યાંગ શિષ્યવૃત્તિ યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના, સંત સુરદાસ યોજના, ઈન્દિરા ગાંધી નેશનલ ડિસેબલ પેન્શન સ્કીમ, દિવ્યાંગ સાધન સહાય યોજના જેવી યોજના હેઠળ પાંચ વર્ષમાં છ લાખ 20 હજાર દિવ્યાંગોને લાભ આપવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગજનો માટેની વિશેષ ઓળખ અને સુવિધા માટે ‘યુનિવર્સલ આઈ.ડી કાર્ડ’ આપવામાં આવ્યું છે. આ કાર્ડનાં માધ્યમથી દિવ્યાંગ વ્યક્તિઓ એસ.ટી બસમાં મફતમાં મુસાફરી કરી શકે છે. તેમનો આ પાસ હવેથી જીવનભર માન્ય રાખવામાં આવ્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.