ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 29, 2025 7:53 પી એમ(PM)

printer

દિવાળી નિમિત્તે રાજ્યમાં ST બસના વધારાના બે હજાર 600 ફેરાનું સંચાલન કરાશે

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ – GSRTC દ્વારા આ દિવાળી નિમિત્તે બસના વધારાના બે હજાર 600 ફેરાનું સંચાલન કરાશે. તેનાથી રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને લાભ થશે. સત્તાવાર યાદી મુજબ, લોકો પોતાના વતનમાં દિવાળીની ઉજવણી કરી શકે તે હેતુથી વધારાની બસ આગામી 16થી 19 ઑક્ટોબર સુધી દોડાવાશે.
સૌરાષ્ટ્ર જવા મુસાફરોને સુરતના રામચોક અને મોટા વરાછાથી ST બસ મળશે. જ્યારે ઉત્તર ગુજરાત તથા અમદાવાદ માટે મુસાફરોને સુરત મધ્યસ્થ બસ મથકથી બસની સુવિધા પ્રાપ્ત થશે. ઉપરાંત દાહોદ તથા પંચમહાલના શ્રમજીવીઓ માટે સુરત મધ્યસ્થ બસ મથકની સામેના સુરત શહેરી બસ મથક ખાતેથી તેમજ રામનગર રાંદેર રોડ સુરત ખાતેથી બસ મળી રહેશે.