દિવાળી નિમિત્તે આજે NSE અને BSE સ્ટોક એક્સચેન્જ ખાતે મુહૂર્ત ટ્રેડિંગ સત્ર યોજાશે. આ સત્ર બપોરે એક વાગીને 45 મિનિટથી બે વાગીને 45 મિનિટ સુધી યોજાશે.મુહૂર્ત ટ્રેડિંગ સત્ર દિવાળીથી શરૂ થતા નવા વર્ષ, વિક્રમ સંવત 2082ની શરૂઆત પણ દર્શાવે છે. ગઈકાલે સંવત 2081ના છેલ્લા દિવસે NSE નિફ્ટી અને BSE સેન્સેક્સ સૂચકાંકો ઊંચા સ્તરે બંધ થયા હતા. શુભ મુહૂર્ત દરમિયાન ટ્રેડિંગ હિસ્સેદારો માટે સમૃદ્ધિ અને નાણાકીય વૃદ્ધિ લાવે છે તેવું મનાય છે. બજાર વિશ્લેષકોના જણાવ્યા અનુસાર દિવાળીને નવા સાહસો શરૂ કરવા માટે એક શુભ પ્રસંગ માનવામાં આવે છે. મુહૂર્ત ટ્રેડિંગ 2025 ફરી એકવાર ભારતના રોકાણકારો માટે સમૃદ્ધિ, આશાવાદ અને નવી શરૂઆતની ભાવનાને પ્રતિબિંબિત કરે તેવી અપેક્ષા છે.
Site Admin | ઓક્ટોબર 21, 2025 9:24 એ એમ (AM)
દિવાળી નિમિત્તે આજે NSE અને BSE સ્ટોક એક્સચેન્જ ખાતે મુહૂર્ત ટ્રેડિંગ સત્ર યોજાશે