ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 22, 2025 12:31 પી એમ(PM)

printer

દિવાળી દરમિયાન 9 લાખ નાગરિકોએ અમદાવાદ શહેરી બસ સેવાની નિ:શુલ્ક સવારીનો લાભ લીધો

દિવાળી દરમિયાન લગભગ 9 લાખ નાગરિકોએ અમદાવાદ શહેરી બસ સેવા AMTSની નિશુલ્ક સવારીનો લાભ લીધો. ધનતેરસથી દિવાળી સુધીના તહેવારોના સમયગાળા દરમિયાન AMTS દ્વારા તેની ત્રણ દિવસની નિશુલ્ક મુસાફરી પહેલને બહોળો પ્રતિસાદ મળ્યો છે. આ પગલું શહેરના ‘હર ઘર સ્વદેશી – ઘર ઘર સ્વદેશી’ અભિયાનનો એક ભાગ હતું, જેનો ઉદ્દેશ્ય નાગરિકોને સ્થાનિક રીતે બનાવેલા ઉત્પાદનો ખરીદવા અને તહેવારોની ખરીદી માટે અનુકૂળ મુસાફરીની સુવિધા આપવાનો છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ધનતેરસ અને કાળી ચૌદસ પર લગભગ છ લાખ લોકોએ ઓફરનો લાભ લીધો, જ્યારે દિવાળીના દિવસે અન્ય ત્રણ લાખ મુસાફરોએ મફત મુસાફરી કરી.