ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 21, 2025 7:43 એ એમ (AM)

printer

દિવાળી અને છઠ તહેવારો નિમિત્તે વિશેષ 12 હજાર ટ્રેનો દોડાવાશે

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે, દિવાળી અને છઠ તહેવારો નિમિત્તે વિશેષ 12 હજાર ટ્રેનો દોડાવવામાં આવશે. બિહાર NDA નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ આ જાહેરાત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે લોકોની મુસાફરી જરૂરિયાતો અંગે રાજ્યના નેતાઓ સાથે ચર્ચા કર્યા પછી, મંત્રાલયે માત્ર નવી ટ્રેનો જ નહીં પરંતુ અન્ય ઘણી યોજનાઓ અને માળખાગત પ્રકલ્પો પર પણ કામ કર્યું છે.શ્રી વૈષ્ણવે કહ્યું કે સામાન્ય વર્ગના મુસાફરોની સુવિધા માટે દિલ્હી અને ગયા, સહરસા અને અમૃતસર, છાપરા અને દિલ્હી તેમજ મુઝફ્ફરપુર અને હૈદરાબાદને જોડવા માટે ચાર નવી અમૃત ભારત ટ્રેનો શરૂ કરાશે.