દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ જગત મંદિરમાં દિવાળીના તહેવારને લઈ 19થી 23 તારીખ સુધી દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.જેમાં 19મી ધંતેરાસના દિવસે શ્રીજી દર્શન નિત્યા ક્રમ મુજબ કરી શકાશે. 20મી એ મંગલા આરતી સવારે સાડા પાંચ વાગ્યે કરવામાં આવશે. દિવાળીના દિવસે અન્નકૂટ દર્શન નિત્યક્રમ મુજબ રહેશે. હાટડી દર્શન સાંજે સવા આઠ વાગ્યે અને શયન આરતી રાત્રે પોણા દસ વાગ્યે થશે. 22 મીએ નુતનવર્ષના દિવસે તમામ દર્શન નિત્યક્રમ મુજબ થઈ શકશે. 23 મીએ ભાઇબીજના દિવસે મંગલા આરતી સવારે 7 વાગ્યે થશે અને અન્ય તમામ ક્રમ નિત્ય ક્રમ રહેશે.
Site Admin | ઓક્ટોબર 17, 2025 3:40 પી એમ(PM)
દિવાળીને લઇ દેવભૂમિ દ્વારકાના જગતમંદિરના સમયમાં ફેરફાર