ડિસેમ્બર 11, 2025 10:22 એ એમ (AM)

printer

દિવાળી’ને યુનેસ્કો દ્વારા ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ની પ્રતિષ્ઠિત યાદીમાં સામેલ કરતાં રાજ્યના 33 જિલ્લાના વિવિધ ઐતિહાસિક સ્મારકો ઝળહળ્યાં

‘દિવાળી’ને યુનેસ્કો દ્વારા ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ની પ્રતિષ્ઠિત યાદીમાં સામેલ કરાયું છે. જેને લઈને રાજ્યના 33 જિલ્લામાં વિવિધ ઐતિહાસિક સ્મારકો પર સાંસ્કૃતિક કાર્યક્રમ, દીપોત્સવ, રંગોળી અને રોશની કરીને ઉજવણી કરાઈ.ગઈકાલે જામનગરનું પુરાતત્વીય સંગ્રહાલય એક હજાર દીવડાઓ, રંગોળી તથા રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. જૂનાગઢના ઉપરકોટના કિલ્લામાં પણ વિવિધ શાળાના બાળકોએ રંગોળી બનાવી અને દીપ પ્રજ્વલિત કરી આ સિદ્ધિના વધામણા કર્યા હતા.
પાટણની રાણીની વાવ ખાતે દિવડા પ્રગટાવી દીપોત્સવ મનાવાયો હતો.