ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 26, 2024 9:51 એ એમ (AM) | યાત્રાધામ

printer

દિવાળીની રજાઓ દરમિયાન રાજ્યના 16 પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ અને યાત્રાધામની 61 લાખ 70 હજાર 716 લોકોએ મુલાકાત લીધી

દિવાળીની રજાઓ દરમિયાન રાજ્યના 16 પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ અને યાત્રાધામની 61 લાખ 70 હજાર 716 લોકોએ મુલાકાત લીધી હતી. 26 ઑક્ટોબરથી 15 નવેમ્બર સુધીના સમયગાળામાં પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો હતો.
સત્તાવાર માહિતી અનુસાર, સૌથી વધુ 13 લાખ 43 હજાર 490 પ્રવાસીઓ દ્વારકા મંદિરના દર્શનાર્થે આવ્યા હતા. જ્યારે અંબાજી મંદિર, શક્તિપીઠ પરિક્રમા, ગબ્બર રૉપ-વે સહિતના અન્ય સ્થળો પર 12 લાખ 8 હજાર 273 પ્રવાસી ઉમટ્યા હતા. ઉપરાંત 4 લાખ 90 હજાર 151 પ્રવાસીઓ સ્ટેચ્યૂ ઑફ યુનિવર્સિટી સહિતના આકર્ષણો જોવા આવ્યા હતા. જ્યારે અમદાવાદનું કાંકરિયા તળાવ જોવા 5 લાખ 95 હજાર 178 સહેલાણીઓ આવ્યા હતા.