ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 6, 2024 7:15 પી એમ(PM)

printer

દિવાળીની રજાઓના ચાર દિવસ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાડા ત્રણ લાખ કરતાં વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી

દિવાળીની રજાઓના ચાર દિવસ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાડા ત્રણ લાખ કરતાં વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી.
એક અંદાજ મુજબ પચાસ હજારથી વધુ પ્રવાસીઓએ આ સ્થળની મુલાકાતે આવતાં હોવાના કારણે એસટીની 40 બસોની સેવા લેવાઇ હતી..પ્રવાસીઓની આ સંખ્યા રેકોર્ડ બ્રેક સમાન રહી છે…આ ચાર દિવસ દરમિયાન આવનાર પ્રવાસીઓ માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના અલગ અલગ રાજ્યોમાંથી ઉમટી પડ્યા હતા. હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવવાના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા, ગરુડેશ્વર દેવળીયા, રાજપીપળા વિસ્તારમાં આવેલા હોટલ રેસ્ટોરન્ટ ઉદ્યોગને પણ ઘણો ફાયદો થયો હતો..કેવડિયામાં છેલ્લા ૬ વર્ષમાં એક કરોડ ૫૦ લાખથી પણ વધુ પ્રવાસીઓ મુલાકાત લઇ ચૂક્યા છે.