નવેમ્બર 1, 2024 5:23 પી એમ(PM)

printer

દિવાળીના દિવસે આગ, માર્ગ અકસ્માત, મારપીટ સહિતના બનાવોમાં 8.55 ટકાનો ઘટાડો નોંધાયો

દિવાળીના દિવસે આગ, માર્ગ અકસ્માત, મારપીટ સહિતના બનાવોમાં 8.55 ટકાનો ઘટાડો નોંધાયો છે.
એક અખબારી યાદી અનુસાર દિવાળીના દિવસે 4 હજાર, 889 જેટલા ઇમરજન્સી કેસ નોંધાયા છે, જેમાંથી સૌથી વધુ ઘટનાઓ અમદાવાદ, સુરત, ભરૂચમાં નોંધાઈ છે.
દિવાળીના દિવસે થનારા માર્ગ અકસ્માતમાં 91.48 ટકાનો ઉછાળો નોંધાયો છે. આ દિવસે રાજ્યમાં 921 માર્ગ અકસ્માતની ઘટનાઓ નોંધાઈ છે. જ્યારે મારપીટના કુલ 323 કેસો સાથે 124 ટકાનો ઉછાળો નોંધાયો છે.
આણંદ, અરવલ્લી, ભરૂચ, બોટાદ, દાહોદ, મહિસાગર, મોરબી, પંચમહાલ, પોરબંદર, ડાંગ અને વલસાડ સહિતના જિલ્લાઓમાં આવી દુર્ઘટનાઓમાં મોટો ઉછાળો આવ્યો છે.
અકંડાઓ અનુસાર દિવાળીના દિવસે અમદાવાદમાં નોંધાતી દુર્ઘટનાના બનાવોમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે માર્ગ અકસ્માત અકસ્માતમાં 45 ટકાનો ઉછાળો આવ્યો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.