ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 7, 2024 11:27 એ એમ (AM)

printer

દિવાળીના તહેવાર વચ્ચે ઇમરજન્સી સેવા 108ની કામગીરીમાં 12 ટકાનો વધારો નોંધાયો

દિવાળીના તહેવાર વચ્ચે ઇમરજન્સી સેવા 108ની કામગીરીમાં 12 ટકાનો વધારો નોંધાયો છે.
તહેવારોના ત્રણ દિવસમાં સરેરાશ 5 હજાર, 60 કેસો સાથે રાજ્યમાં 15 હજારથી વધુ ઇમરજન્સી કેસ નોંધાયા છે. જેમાં વાહન અકસ્માત, મારામારી, આગથી દાઝી જવા સહિતના કેસો નોંધાયા હતા.
દરમિયાન રાજકોટમાં દિવાળીના ત્રણ દિવસ દરમિયાન સરેરાશ 269 કેસો સાથે કુલ 808 ઇમરજન્સી કેસ નોંધાયા છે, જે 7.30 ટકાનો વધારો દર્શાવે છે. આ દિવસો દરમિયાન ઝઘડા અને મારામારીના કેસોમાં 128 ટકાનો વધારો થયો છે. જ્યારે વાહન અકસ્માતના કેસો લગભગ બમણા થયા છે. તો આગથી દાઝી જવાના કેસોમાં રાજકોટ ત્રીજા ક્રમાંકે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.