દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે દિવાળીના તહેવારને પગલે સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. જિલ્લા પોલીસ તંત્રની વિવિધ બ્રાન્ચ દ્વારા શહેરના મુખ્ય માર્ગો અને બજાર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયું. નાગરિકોમાં સુરક્ષા અને શાંતિનો માહોલ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે.દિવાળીના દિવસોમાં વધતા ભીડભાડ વચ્ચે કોઈ અણધાર્યા બનાવ ન બને તે માટે વિશેષ ચેકિંગ પણ હાથ ધરાયું.જિલ્લા પોલીસ અધિકારીઓએ પોતાના સ્ટાફ સાથે માર્ગ નિરીક્ષણ કરી તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા જરૂરી સૂચનાઓ આપી. સોમનાથ, અંબાજી, શામળાજી, ડાકોર, પાવાગઢ સહિતના યાત્રાધામમાં પણ સલામતીની કડક વ્યવસ્થા કરાઈ છે.
Site Admin | ઓક્ટોબર 18, 2025 9:48 એ એમ (AM)
દિવાળીના તહેવારો દરમિયાન રાજ્યના દ્વારકા સહિતના યાત્રાધામોમાં સલામતીનો લોખંડી બંદોબસ્ત
