દિવાળીના તહેવારોને લઈ રાજ્યના અનેક મંદિરોમાં વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. કચ્છ જિલ્લાના ભુજ સ્વામિનારાયણ મંદિરે દીપોત્સવ ઉજવાયો જેમાં 51 હજાર દિવડાના શણગારથી મંદિર ઝળહળી ઉઠ્યું. જ્યારે ભગવાન શ્રીકૃષ્ણની પવિત્ર નગરી દ્વારકામાં ગોવર્ધન પૂજાની ભવ્ય અને પરંપરાગત ઉજવણી કરવામાં આવી. જગત મંદિર ખાતે વિશેષ વિધિપૂર્વક ગોવર્ધન પૂજા તથા અન્નકૂટ મનોરથનું આયોજન કરાયું.. મંદિરમાં ગોવર્ધન પર્વતનું પ્રતિકાત્મક નિર્માણ કરવામાં આવ્યું અને ભગવાન શ્રીકૃષ્ણના સ્મરણ સાથે તેની પૂજા-અર્ચના કરવામાં આવી. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે દર વર્ષની જેમ આ વર્ષ નવા વર્ષના આગમનને લઈને મંદિરોમાં ભગવાનને અન્નકૂટમાં વિવિધ વાનગીઓ ધરાવવામા આવી, ભક્તો એ તેના દર્શનનો લ્હાવો લીધો.
Site Admin | ઓક્ટોબર 22, 2025 12:35 પી એમ(PM)
દિવાળીના તહેવારોને લઈ રાજ્યના અનેક મંદિરોમાં વિશેષ શણગાર કરાયો