ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 16, 2024 3:26 પી એમ(PM) | રાજ્ય સરકાર

printer

દિવાળીના તહેવારોને અનુલક્ષીને રાજ્ય સરકારના કર્મચારીઓને ઑક્ટોબર માસનો પગાર અને પેન્શનની આગોતરી ચૂકવણી કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે

દિવાળીના તહેવારોને અનુલક્ષીને રાજ્ય સરકારના કર્મચારીઓને ઑક્ટોબર માસનો પગાર અને પેન્શનની આગોતરી ચૂકવણી કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નાણા વિભાગને આપેલા નિર્દેશ અનુસાર સરકારી કર્મચારીઓ તેમજ પેન્શનર્સને ઑક્ટોબર માસનો પગાર 23 થી 25 તારીખ દરમિયાન ચૂકવવામાં આવશે.વિવિધ કર્મચારી મંડળો, એસોસિએશન અને અગ્રણીઓ દ્વારા આ સંદર્ભે મળેલી રજૂઆતની પ્રતિસાદમાં રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.