આજે લાભ પાંચમ છે. દિવાળીના તહેવારોથી બંધ થયેલા વેપાર-ધંધા આજે ફરી શરૂ થયા છે. વહેલી સવારે ધાર્મિક વિધિ સાથે દુકાનો, ઉદ્યોગો, ફેક્ટરીઓ શરૂ થઈ.
લાભ પાંચમને સૌભાગ્ય પંચમી, જ્ઞાન પંચમી, લાખેણી પંચમી કે કેટલાક વિસ્તારોમાં તેને શ્રી પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના દિવસે નવા વેપાર ધંધા શરૂ કરવાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જેથી દિવાળીના તહેવારો બાદ આજથી વેપારીઓ વિક્રમ સંવતના નવા વર્ષમાં વેપાર ધંધાની શરૂઆત કરી હતી.
Site Admin | ઓક્ટોબર 26, 2025 7:16 પી એમ(PM)
દિવાળીના તહેવારોથી બંધ થયેલા વેપાર-ધંધા આજે લાભ પાંચમે ફરી શરૂ