ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 1, 2024 8:25 એ એમ (AM) | દિવાળીના તહેવાર

printer

દિવાળીના તહેવારની ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આતશબાજી અને ફટાકડાને કારણે આગના બનાવો પણ બની રહ્યાં છે.

દિવાળીના તહેવારની ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આતશબાજી અને ફટાકડાને કારણે આગના બનાવો પણ બની રહ્યાં છે. ગઇકાલે અમદાવાદમાં પણ મિર્ઝાપુરમાં ભીષણ આગા લાગી હતી.. મિર્ઝાપુર સ્થિત કબાડી માર્કેટમાં લાગેલી આગને કારણે દોડધામ અને દહેશત મચી ગઇ હતી. ભીષણ આગની જ્વાળાઓ ઉચે સુધી પહોંચી હતી જોતજોતમાં કબાડી માર્કટ ભસ્મિભૂત થઇ ગયુ હતુ..
જોકે ફાયરબ્રિગેડની ટીમ દ્વારા તેને કાબૂમાં લેવામાં આવી હતી . આ આગના બનાવમાં કોઇ જાનહાની થઇ ન હતી પરંતુ લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. અમદાવાદની સાથે સાથે રાજયના અન્ય વિસ્તારોમાં પણ ગના બનાવ બન્યા હતા જેમાં અમરેલીના જાફરાબાદના બંદર ચોકમાં આગની ઘટના ઘટી હતી..
દિવાળીની રાત્રે બંદર ચોકની ગોવિંદ ગલી વિસ્તારમાં આગ લગતા દહેશત વ્યાપી ગઇ હતી.. બંધ મકાનમાં અચાનક આગ લાગતાં અફડાતફડી મચી ગઇ હતી. ખાનગી કંપનીઓના ફાયર ફાઈટર દ્વારા આગ બૂઝાવવામાં આવી હતી. આ ઉપરાંત અમરેલી જીલ્લામાં આગના એક અન્ય બનાવ સાવરકુંડલામાં બન્યો હતો.. દિવાળીની રાત્રે ભંગારના ડેલામાં આગ લાગી હતી..આ આગમાં કંડમ વાહનો, સીટ કવર ભરેલો ભંગાર આગમાં બળીને ખાખ થઇ ગયો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ