નવેમ્બર 4, 2024 3:23 પી એમ(PM)

printer

દિવાળીથી લઈ બેસતુ વર્ષ એમ ત્રણ દિવસ અમદાવાદ અગ્નિશમન દળને આગના બનાવના સૌથી વધુ 164 કૉલ મળ્યા

દિવાળીથી લઈ બેસતુ વર્ષ એમ ત્રણ દિવસ અમદાવાદ અગ્નિશમન દળને આગના બનાવના સૌથી વધુ 164 કૉલ મળ્યા હોવાના અહેવાલ છે.
અમદાવાદના અમારા પ્રતિનિધિ આશિષ પંચાલ જણાવે છે કે છેલ્લા એક અઠવાડિયામાં આગ લાગવાના 205 બનાવ બન્યા છે. આમાંથી દિવાળીની રાત્રે સૌથી વધારે 80 જેટલા નાના-મોટા આગના બનાવ બન્યા હતા.
શહેરના મિરઝાપુર વિસ્તારમાં આવેલી કબાડી બજારમાં સૌથી મોટી આગ લાગતાં 20થી વધુ અગ્નિશમન દળની ગાડી અને 100 જેટલા કર્મચારીઓએ પાંચથી છ કલાકે આગને કાબૂમાં લીધી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.