દિલ્હી-NCR વિસ્તારમાં ભારે વરસાદને કારણે દિલ્હી આંતરરાષ્ટ્રીય હવાઇમથકે મુસાફરો માટે માર્ગદર્શિકા જારી કરી. પ્રવાસીઓને વિમાનમથક સુધી પહોંચવા અને સંભવિત વિલંબ ટાળવા માટે દિલ્હી મેટ્રો સહિત પરિવહનના વૈકલ્પિક માધ્યમનો ઉપયોગ કરવા સલાહ આપી છે.દિલ્હી હવાઇમથકે જણાવ્યું કે, ફ્લાઇટ માટેની છેલ્લી માહિતી માટે, મુસાફરોને તેમની સંબંધિત એરલાઇન્સનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવે છે. હાલ તમામ ઉડાનની કામગીરી સામાન્ય છે. દરમિયાન, હવામાન વિભાગે આગામી બે દિવસમાં દિલ્હીમાં ગાજવીજ અને વીજળી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
Site Admin | જુલાઇ 10, 2025 8:42 એ એમ (AM)
દિલ્હી-NCR વિસ્તારમાં ભારે વરસાદને કારણે દિલ્હી આંતરરાષ્ટ્રીય હવાઇમથકે મુસાફરો માટે માર્ગદર્શિકા જારી કરી