જાન્યુઆરી 3, 2026 9:50 એ એમ (AM)

printer

દિલ્હી, હરિયાણા, પંજાબ અને ચંદીગઢમાં આજે ગાઢ થી ખૂબ જ ગાઢ ધુમ્મસની સ્થિતિને લઈને રેડ એલર્ટ

હવામાન વિભાગે આજે દિલ્હી, હરિયાણા, પંજાબ અને ચંદીગઢમાં ગાઢ થી ખૂબ જ ગાઢ ધુમ્મસની સ્થિતિને લઈને રેડ એલર્ટ જાહેર કર્યુ છે. દરમિયાન હિમાચલ પ્રદેશમાં અલગ અલગ સ્થળોએ ઠંડીનુ મોજૂ ફરી વળવાની અને ઉત્તરાખંડમાં બરફવર્ષાની આગાહી છે. આગામી સોમવાર સુધી પૂર્વ ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને બિહારના અલગ અલગ વિસ્તારોમાં ઠંડી યથાવત રહેશે. દરમિયાન અનુકૂળ હવામાન પરિસ્થિતિઓને કારણે હવાની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયા બાદ, રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર અને સંલગ્ન વિસ્તારોમાં હવા ગુણવત્તા વ્યવસ્થાપન કમિશને તાત્કાલિક અસરથી ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના ત્રીજા તબક્કાને રદ કરી દીધો છે. આ સાથે હવે ખાનગી બાંધકામ, ખાણકામ અને સંલગ્ન કામગીરી તાત્કાલિક ફરી શરૂ થઈ શકે છે. આ ક્ષેત્રમાં કાર્યરત જૂના BS-3 પેટ્રોલ અને BS-4 ડીઝલ વાહનો પરના નિયંત્રણો પણ સ્ટેજ 3 હેઠળ લાદવામાં આવેલા અન્ય વાહનોના નિયંત્રણો સાથે હટાવવામાં આવ્યા છે.