જાન્યુઆરી 16, 2026 9:31 એ એમ (AM)

printer

દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશમાં આજે ગાઢ ધુમ્મસ માટે ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે આજે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશમાં ગાઢ ધુમ્મસ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. મંગળવાર સુધી આસામ, મેઘાલય, બિહાર, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ ધુમ્મસ રહેવાની શક્યતા છે.હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને હિમાચલ પ્રદેશમાં આજે પણ ઠંડીનું મોજું ચાલુ રહેવાની શક્યતા છે.