ભારતીય હવામાન વિભાગએ આજે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, છત્તીસગઢ, ઝારખંડ અને પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાં ઠંડીની આગાહી કરી છે.ઉત્તર પ્રદેશ, બિહાર, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઉત્તરાખંડના સ્થળોએ આજે ઠંડીનો ચમકારો અનુભવાશે. હવામાન વિભાગ અનુસાર, દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ઓડિશા, સિક્કિમ, પશ્ચિમ બંગાળ અને ઉત્તર-પૂર્વીય ક્ષેત્રમાં દિવસ દરમિયાન ગાઢથી અતિ ગાઢ ધુમ્મસ છવાયું રહેશે. આ દરમિયાન, દિલ્હી-NCRમાં હવાની ગુણવત્તા નબળી શ્રેણીમાં રહે છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અનુસાર, આજે સવારે 6 વાગ્યા સુધીમાં રાષ્ટ્રીય રાજધાનીનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 292 નોંધવામાં આવ્યો હતો.
Site Admin | ડિસેમ્બર 26, 2025 8:41 એ એમ (AM)
દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, છત્તીસગઢ, ઝારખંડ અને પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાં આજે ઠંડીની આગાહી