ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જૂન 10, 2025 2:12 પી એમ(PM)

printer

દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, જમ્મુ અને કાશ્મીર, મધ્યપ્રદેશ, પંજાબ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં આજે અતિશય ગરમીની આગાહી

હવામાન વિભાગે આજે કર્ણાટકના દરિયાકાંઠાના અને આંતરિક ભાગો, કેરળ, માહે, ઓડિશા, રાયલસીમા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ અને પૂર્વોત્તર રાજ્યોના કેટલાક સ્થળોએ વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરી છે.
આગામી બે દિવસ દરમિયાન આંધ્રપ્રદેશ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, છત્તીસગઢ, ઝારખંડ, મરાઠવાડા, રાયલસીમા અને મધ્ય મહારાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ વાવાઝોડા અને ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે.
દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, મધ્યપ્રદેશ, પંજાબ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં આજે ગરમીનું મોજું રહેવાની શક્યતા છે.બિહાર, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને ગંગા પશ્ચિમ બંગાળમાં અલગ અલગ સ્થળોએ આજે ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની સંભાવના છે.
અમારા જમ્મુ સંવાદદાતા જણાવે છે કે, જમ્મુ-કાશ્મીરમાં ગરમીનું મોજું હજુ પણ જળવાઈ રહ્યું છે. પાંચ જિલ્લાઓમાં ગઈકાલે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાયું હતું. સાંબામાં સૌથી વધુ 46.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જ્યારે જમ્મુ શહેરમાં 44.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.