દિલ્હી અને એનસીઆરમાં હવા પ્રદૂષણ વચ્ચે , દિલ્હી સરકારે હરિયાણા,ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સરકારોને રાષ્ટ્રીય રાજધાનીમાં ડીઝલ બસોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા વિનંતી કરી છે. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે આજે આ રાજ્યોના પરિવહન મંત્રીઓને પત્ર લખીને વિનંતી કરી હતી કે ડીઝલ બસો વધુ પ્રમાણમાં હાનિકારક પ્રદૂષકોનું ઉત્સર્જન કરે છે, જે આરોગ્ય માટે જોખમકારક છે. સરકારે પણ નાગરિકોને ટ્રાફિક સિગ્નલ પર લાલ લાઇટ ચાલુ હોય ત્યારે વાહનો બંધ રાખવા અપીલ કરી છે.. દરમિયાન, નેશનલ કેપિટલ રિજનમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 300ને પાર કરી જતાં ગ્રેડેડ રિસ્પોન્સ હેઠળ 11-પોઇન્ટનો એક્શન પ્લાન આજથી સમગ્ર રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં લાગુ કરવામાં આવ્યો છે. નવી દિલ્હીમાં એનસીઆર અને સંલગ્ન વિસ્તારોમાં હવા ગુણવત્તા વ્યવસ્થાપન માટે કમિશનની પેટા સમિતિની બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સમિતિએ નાગરિકોને ઓક્ટોબરથી જાન્યુઆરી સુધી ધૂળ વાળી બાંધકામ પ્રવૃત્તિઓ ટાળવા વિનંતી કરી છે. ઘનકચરો અને બાયોમાસને ખુલ્લામાં બાળવાનુ બંધ કરવાનું પણ સૂચન કર્યુ છે. યાંત્રિક વેક્યૂમ સ્વીપિંગ અનેપાણીનો છંટકાવ દિલ્હી-એનસીઆરના કેટલાક રસ્તાઓ પર દૈનિક ધોરણે હાથ ધરવામાં આવશે. ઇ-બસોનું પરિચાલન વધારવા માટેની પણ કામગીરી હાથ ધરાઇ છે..
Site Admin | ઓક્ટોબર 22, 2024 6:54 પી એમ(PM)
દિલ્હી સરકારે વધતા પ્રદૂષણને ઘટાડવા માટે તમામ પ્રયાસો હાથ ધર્યા ..
