દિલ્હી સરકારે, કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)ને દિલ્હીમાં 15 વર્ષથી થી જૂના વાહનોને કોઈપણ ઈંધણ નહી આપવાના નિર્ણયને સ્થગિત કરવા વિનંતી કરી છે.
દિલ્હીના પર્યાવરણ મંત્રી મનજિન્દર સિંહ સિરસાએ આ સંદર્ભમાં CAQM ને પત્ર લખ્યો છે. આ અંગે શ્રી સિરસાએ કહ્યું કે દિલ્હી સરકાર રાષ્ટ્રીય રાજધાનીના વાયુ પ્રદૂષણને અટકાવશે અને જુના વાહનોને જપ્ત થવા દેશે નહીં. તેમણે કહ્યું કે દિલ્હી સરકારે CAQM ને જાણ કરી છે કે જે ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) કેમેરા લગાવવા આવ્યા છે તે એક હજી સંપૂર્ણ સિસ્ટમ નથી, હજુ પણ ઘણા પડકારો છે. મંત્રીએ ઉમેર્યું કે તેને હજુ સુધી NCR ડેટા સાથે સંકલિત કરવામાં આવ્યા નથી.
Site Admin | જુલાઇ 4, 2025 11:56 એ એમ (AM)
દિલ્હી સરકારે, કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટને 15 વર્ષથી જૂના વાહનોને ઈંધણ નહી આપવાના નિર્ણયને સ્થગિત કરવા વિનંતી કરી છે.