ગઈકાલે નવી દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા કાર વિસ્ફોટ બાદ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કર્તવ્ય ભવનમાં ઉચ્ચ સ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ, ગુપ્તચર બ્યુરોના ડિરેક્ટર, દિલ્હી પોલીસ કમિશનર અને રાષ્ટ્રીય તપાસ એજન્સી ના ડિરેક્ટર જનરલ ઉપસ્થિત છે. જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક વર્ચ્યુઅલી બેઠકમાં જોડાયા છે.
ઘટના પછી તરત જ તમામ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા કડક કરવામાં આવી છે. વિસ્ફોટના કારણ અને સંજોગો નક્કી કરવા અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવા અને સામાન્યતા પુનઃસ્થાપિત કરવા માટે તપાસ થતી હોવાથી અધિકારીઓ વધુ સતર્કતા રાખી રહ્યા છે.
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક ગઈકાલે એક કારમાં થયેલા વિસ્ફોટમાં આઠ લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. શ્રી શાહે જણાવ્યું કે, દિલ્હી પોલીસ, NIA, NSG અને ફોરેન્સિક્સની ટીમોએ તપાસ શરૂ કરી દીધી છે અને વિસ્ફોટની ચોક્કસ વિગતો ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.
કોઈપણ કટોકટીની પરિસ્થિતિમાં નાગરિકોને તાત્કાલિક સહાય મળે તે સુનિશ્ચિત કરવા માટે અધિકારીઓએ ઇમરજન્સી હેલ્પલાઇન નંબરો જાહેર કર્યા છે. દિલ્હી પોલીસ ઇમરજન્સી માટે: 112, દિલ્હી પોલીસ કંટ્રોલ રૂમ માટે: 011-22910010 અથવા 011-22910011, LNJP હોસ્પિટલ માટે 011-23233400.
Site Admin | નવેમ્બર 11, 2025 1:51 પી એમ(PM)
દિલ્હી વિસ્ફોટ બાદની સ્થિતિની સમીક્ષા માટે કેન્દ્રીય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક…. દેશભરમાં હાઇએલર્ટ