દિલ્હી વિમાનીમથકે મુસાફરોને વિમાનીમથક પર મુસાફરી કરતા પહેલા તેમની એરલાઇન સાથે છેલ્લામાં છેલ્લી ફ્લાઇટ્સની જાણકારીની તપાસ કરવાની સલાહ આપી છે. કારણ કે ઇન્ડિગો ફ્લાઇટ્સ હજુ પણ મોડી પડી શકે છે.
દરમિયાન, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે ઇન્ડિગોના મુખ્ય કાર્યકારી અધિકારી પીટર એલ્બર્સ અને એકાઉન્ટેબલ મેનેજર ઇસિડ્રો પોર્કેરાસને કારણદર્શક નોટિસ ફટકારી છે જેમાં મુસાફરોને ભારે અસુવિધા અને તકલીફ ઊભી કરનારી મોડી ફ્લાઇટ અંગે
24 કલાકની અંદર સ્પષ્ટતા માંગવામાં આવી છે.
નિયમનકારે આ અંધાધૂંધી માટે એરલાઇન દ્વારા મંજૂર ફ્લાઇટ ડ્યુટી સમય મર્યાદા ધોરણો હેઠળ સુધારેલી આવશ્યકતાઓ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં નિષ્ફળતાને જવાબદાર ગણાવી હતી.
અગાઉ સરકારે ઇન્ડિગોને રદ કરાયેલી અથવા વિક્ષેપિત ફ્લાઇટ્સ માટે બાકી રહેલા તમામ મુસાફરોના રિફંડ વિલંબ વિના ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો.
Site Admin | ડિસેમ્બર 7, 2025 7:55 પી એમ(PM)
દિલ્હી વિમાનીમથકે મુસાફરોને મુસાફરી કરતા પહેલા તેમની એરલાઇન સાથે ફ્લાઇટ્સની જાણકારીની તપાસ કરવાની સલાહ આપી