દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં શ્રેણીબદ્ધ જાહેર રેલીઓને સંબોધતા, ભાજપના વરિષ્ઠ નેતા અને ગૃહમંત્રી અમિત શાહે આમઆદમી પાર્ટીના નેતા પર આરોપ લગાવ્યો કે તેઓ અણ્ણા હજારે આંદોલન દરમિયાન દિલ્હીના લોકોને ખોટું બોલ્યા હતા અને કહ્યું હતું કે તેઓ રાજકીય પક્ષ નહીં બનાવે.
દરમિયાન, આમઆદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે જાહેરસભાને સંબોધતા કહ્યું કે આપ સરકારે શહેરમાં શાળાઓ અને હોસ્પિટલોમાં સુધારો કર્યો છે અને દિલ્હીના લોકોને વીજળી અને પાણીનો પુરવઠો સુનિશ્ચિત કર્યો છે.
સદર બજારમાં એક જાહેરસભાને સંબોધતા, કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો કે દેશમાં બે વિચારધારાઓ વચ્ચે લડાઈ ચાલી રહી છે. શ્રી ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ બંધારણને બચાવવા માટે લડી રહી છે.
Site Admin | ફેબ્રુવારી 1, 2025 8:14 પી એમ(PM)
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે
