ફેબ્રુવારી 3, 2025 6:55 પી એમ(PM)

printer

દિલ્હી વિધાનસભા ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે

દિલ્હી વિધાનસભા ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે. આજે પ્રચારના અંતિમ દિવસે ઉમેદવારો, વરિષ્ઠ નેતાઓએ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવ્યું. ભાજપના વરિષ્ઠ નેતા અનેકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે જંગપુરામાં એક જાહેર સભાને સંબોધિત કરી હતી. મતદારોને સંબોધતા શ્રી શાહે આરોપ લગાવ્યો હતો કે, સત્તારૂઢ AAPસરકારે દિલ્હીના લોકો સાથે દગો કર્યો છે. દરમિયાન, આમઆદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આદર્શ નગર મતવિસ્તારમાં રોડશો કર્યો હતો. જ્યારે દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ દેવેન્દ્ર યાદવે ચૂંટણી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ તેના શાસન દરમિયાન લોકોના કલ્યાણ માટે કામ કર્યું છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કુલ 699 ઉમેદવારો મેદાનમાં છે. 70 બેઠકોની દિલ્હી વિધાનસભા માટે બુધવારે મતદાન અને શનિવારે મત ગણતરી થશે.