દિલ્હી વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખી તમામ રાજકીય પક્ષ પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતીય જનતા પાર્ટીના બૂથસ્તરના કાર્યકર્તાઓ સાથે નમૉ એપ્લિકેશનના માધ્યમથી બપોરે મેરા બૂથ સબસે મજબૂત કાર્યક્રમ અંતર્ગત સંવાદ કરશે. પક્ષના સાંસદો, ધારાસભ્યો,પરિષદ સભ્યો, પદાધિકારીઓ પણ બૂથસ્તરના કાર્યકર્તાઓ સાથે આ કાર્યક્રમમાં
જોડાશે.
આ તરફ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી સદરબજાર વિધાનસભા મતવિસ્તારના ઈન્દ્રલોક વિસ્તારમાં જાહેર સભાને સંબોધશે.
Site Admin | જાન્યુઆરી 22, 2025 2:09 પી એમ(PM)
દિલ્હી વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખી તમામ રાજકીય પક્ષ પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે
