દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આજે વિધાનસભામાં રાજ્યની અગાઉની સરકારની શરાબનીતિ પર C.A.G. અહેવાલ રજૂ કર્યો.આ અગાઉ આમ આદમી પાર્ટીના 15 ધારાસભ્યોને આજે ગેરવર્તણુંક બદલ ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ઉપરાજ્યપાલ વી કે સક્સેના ગૃહને સંબોધન કરી રહ્યા હતા ત્યારે વિરોધ પક્ષના સભ્યોએ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાની ચેમ્બરમાંથી ડોક્ટર બી આર આંબેડકર અને ભગતસિંહનાં તૈલચિત્રોને કથિત રીતે હટાવવા સામે સૂત્રોચ્ચાર કર્યો હતો. શોરબકોર વચ્ચે અધ્યક્ષ વિજેન્દર ગુપ્તાએ ગૃહને ચલાવવા વારંવાર વિનંતી કરી હતી પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ સુત્રોચ્ચાર ચાલુ રાખતા અધ્યક્ષે તેમને એક દિવસ માટે ગૃહમાંથી બરતરફ કર્યા હતા.પોતાના સંબોધનમાં ઉપરાજ્યપાલે જણાવ્યું કે, દિલ્હી સરકાર નીતિ માર્ગદર્શનના દસ્તાવેજ તરીકે વિક્સિત દિલ્હી સંકલ્પ પત્રને સ્વીકારશે.
Site Admin | ફેબ્રુવારી 25, 2025 2:13 પી એમ(PM) | દિલ્હી વિધાનસભા
દિલ્હી વિધાનસભામાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ દિલ્હી શરાબનીતિ પર C.A.G. અહેવાલ રજૂ કર્યો
