ફેબ્રુવારી 23, 2025 6:49 પી એમ(PM)

printer

દિલ્હી વિધાનસભાનું પહેલું સત્ર આવતીકાલથી શરૂ થશે

દિલ્હી વિધાનસભાનું પહેલું સત્ર આવતીકાલથી શરૂ થશે. સત્રના પહેલા દિવસે ગૃહના નવા ચૂંટાયેલા સભ્યો શપથ લેશે. વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી પણ આવતીકાલે થશે.સત્રના બીજા દિવસે, દિલ્હીના ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેના ગૃહને સંબોધન કરશે.ઉપરાંત ગત સરકારના કામકાજ સંબંધિત કેગ રિપોર્ટ પણ રજૂ કરવામાં આવશે. દિલ્હીના ઉપરાજ્યપાલે ધારાસભ્ય અરવિંદર સિંહ લવલીને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કર્યા છે. દરમિયાન, AAPના વરિષ્ઠ નેતા અનેભૂતપૂર્વ મુખ્યમંત્રી આતિશીને દિલ્હી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે પસંદકરવામાં આવ્યા છે. બીજીતરફ આજે ભાજપ વિધાનસભા પક્ષની બેઠક યોજાશે.