મે 31, 2025 7:45 પી એમ(PM)

printer

દિલ્હી વડી અદાલતે નોકરી માટે જમીન કેસમાં ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર સ્ટે મૂકવાની માગ કરતી લાલુ પ્રસાદ યાદવની અરજી ફગાવી

દિલ્હી વડી અદાલતે રાષ્ટ્રીય જનતા દળ- RJDના અધ્યક્ષ અને ભૂતપૂર્વ રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવ દ્વારા CBIએ નોંધેલા નોકરી માટે જમીન કૌભાંડ કેસમાં ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર સ્ટે મૂકવાની માગ કરતી અરજીને ફગાવી દીધી છે. આ કેસમાં એવા આરોપો છે કે શ્રી યાદવે 2004 થી 2009 દરમિયાન તેમના કાર્યકાળ દરમિયાન તેમના પરિવાર અથવા સહયોગીઓને ટ્રાન્સફર કરાયેલા જમીનના બદલામાં રેલવે નોકરીઓ આપી હતી. શ્રી યાદવે વડી અદાલતનો સંપર્ક કર્યો હતો અને દલીલ કરી હતી કે ભ્રષ્ટાચાર નિવારણ કાયદાની કલમ 17A હેઠળ ફરજિયાત પૂર્વ મંજૂરીના અભાવને કારણે CBIની તપાસ અને ત્યારબાદના આરોપો અમાન્ય હતા.