માર્ચ 3, 2025 9:32 એ એમ (AM)

printer

દિલ્હી વડી અદાલતે જણાવ્યું, વિદ્યાર્થીઓને શાળામાં સ્માર્ટફોન લઈ જતા અટકાવી ન શકાય, પણ મોબાઇલના ઉપયોગ પર નિયંત્રણ અને દેખરેખ આવશ્યક.

દિલ્હી વડી અદાલતે શાળાઓમાં સ્માર્ટફોનનાં ઉપયોગ અંગે શ્રેણીબધ્ધ માર્ગદર્શિકા જારી કરતા જણાવ્યું કે, વિદ્યાર્થીઓને સ્માર્ટફોન લઈ જતા અટકાવી ન શકાય, પણ શાળાઓમાં મોબાઇલના ઉપયોગ પર નિયંત્રણ લાદીને તેનાં પર દેખરેખ રાખવી જોઇએ. ન્યાયમૂર્તિ જયરામ ભાંભાણીની પીઠે જણાવ્યું કે, શાળાઓએ વિદ્યાર્થીઓને જવાબદારીપૂર્વકનું ઓનલાઇન વર્તન, ડિજિટલ વર્તણુંક અને સ્માર્ટફોનનાં નૈતિક ઉપયોગ અંગે શિક્ષણ આપવું જ જોઇએ. ન્યાયમૂર્તિએ જણાવ્યું કે, શાળામાં અને શાળાનાં વાહનમાં સ્માર્ટફોનમાં કેમેરા અને રેકોર્ડિંગ સુવિધાઓનાં ઉપયોગ પર પ્રતિબંધ મૂકવો જોઇએ.